વાંકાનેર શહેરની આસીયાના સોસાયટી ખાતે થોડા દિવસ પહેલા નગરપાલિકાના કર્મચારી કાયદેસરના પાણી કનેક્શન કાંપવા જતા ભારે હોબાળો સર્જાયો હતો જે બનાવમાં નગરપાલિકાના કર્મચારી દ્વારા સોસાયટીની મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરતા એક મહિલાએ ગત તા. 11/12 ના રોજ ફરિયાદ અરજી આપી હતી જે બાદ આજ સુધી બાબતે પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ ન નોંધાતાં આજે મહિલાઓ વાંકાનેર સીટી પોલીસ મથકે દોડી ગઇ હતી અને બપોરે ચાર વાગ્યાથી ધરણા પર બેસી ગયેલ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નગરપાલિકાના કર્મચારી અશોકભાઈ દ્વારા મહિલાની છેડતી કરી હોવાની ફરિયાદ અરજી ગત તા. 11 ના રોજ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અરજદાર ગીતાબેન મકવાણા દ્વારા આપવામાં આવી હતી જે અનુસંધાને આજે આસીયાના સોસાયટીની મહિલાઓ વાંકાનેર સીટી પોલીસ મથકે દોડી ગઇ હતી અને જ્યા સુધી આરોપી વિરુદ્ધ ફરિયાદ ન નોંધાવવામાં આવે ત્યાં સુધી ધરણા કરવાની ચિમકી આપી હતી….
બાબતે પોલીસ અધિકારી શું કહે છે…
બાબતે વાંકાનેર સીટી પોલીસ મથકના ઈન. પીઆઈ બી. ડી. જાડેજા દ્વારા જણાવાયું હતુ કે, આ બનાવમાં ફરિયાદીની અરજી અમોએ સ્વિકારી છે અને હાલ મહિલાઓના નિવેદન લઇ અને તપાસ શરૂ કરવામાં આવી છે જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I