વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં આવેલ એક વાડીમાં ચાલતા જુગારધામ પર ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ એક લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગમાં દરમ્યાન કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજાને ચોક્કસ ખાનગી બાતમી મળેલ કે આરોપી સતિરાભાઇ નરશી સોંલકી (રહે. નવાપરા, વાંકાનેર) નામનો શખ્સ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે આવેલ પોતાના બનેવીની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારના સાધન-સગવડ પુરી પાડી જુગારધામ ચલાવતો હોય જેથી પોલીસે સ્થળ પર દરોડો પડ્યો હતો…
વાંકાનેર તાલુકા પોલીસની આ રેઇડ દરમ્યાન સ્થળ પરથી જુગાર રમતા સતિષભાઈ નરશીભાઇ સોંલકી (ઉ.વ.૩૦, રહે.નવાપરા શેરી નં.-૪ વાંકાનેર), સંતોષભાઇ રામજીભાઈ રાઠોડ (ઉ.વ. પ૦, રહે. વીશીપરા, વાંકાનેર), હુશેનભાઈ અલીમામદભાઇ શેખાણી (ઉ.વ. ૩૨, રહે.લક્ષ્મીપરા વાંકાનેર), મુકેશભાઇ રમેશભાઇ ડાભી (ઉ.વ. ૪૦, રહે.નવાપરા,વાંકાનેર), મનોજભાઇ મેરૂભાઇ રાઠોડ (ઉ.વ. ૩૬, રહે. નવાપરા, વાંકાનેર), મનોજભાઇ ગીરધરભાઇ ડાભી (ઉ.વ. ૩૧, રહે.નવાપરા, વાંકાનેર)ને ઝડપી લીધા હતા…
વાંકાનેર તાલુકા પોલીસે આ રેઈડ દરમ્યાન કુલ રોકડ રકમ રૂ. 1,04,500 સાથે છ આરોપીઓને ઝડપી પાડી તમામ વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે…
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પીએસઆઈ ડી. વી. ડાંગર, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, કો. હરીચંન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ જીલરીયા, સંજયસિંહ જાડેજા તથા લોકરક્ષક અકીલભાઇ બાંભણીયા અને અજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF