આ કેમ્પમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ અને સૌથી અનુભવી હ્રદયરોગ નિષ્ણાત ડો. દિનેશ રાજ સેવા આપશે…

વાંકાનેર શહેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે આગામી રવિવારે ફ્રી હ્દયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ અને સૌથી અનુભવી હ્રદયરોગ નિષ્ણાત ડો. દિનેશ રાજ સેવા આપશે, જેથી આ કેમ્પનો લાભ લેવા માટે વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…

પ્લેક્ષસ કાર્ડિયાક કેર રાજકોટ અને પીર મશાયખ હોસ્પિટલ દ્વારા આયોજિત આ કેમ્પમાં સૌરાષ્ટ્રના સૌથી વધુ અનુભવી અને ખ્યાતનામ ડો. દિનેશ રાજ (એમ.ડી., ડી.એમ., કાર્ડીઓલોજીસ્ટ) હ્દયરોગના દર્દીઓનું નિદાન કરશે. આ કેમ્પમાં હ્દય રોગનો હુમલો આવેલ, બ્લડ પ્રેશર દર્દીઓ, શ્વાસ ચડવો, છાતીમાં ઝીણો દુખાવો, ચાલવાથી કે સિડી ચડવાથી ગભરામણ થવું સહિતની બિમારી ધરાવતા દર્દીઓની પણ તપાસ કરવામાં આવશે…

આ કેમ્પમાં ફ્રીમાં ડાયાબિટીસ તપાસ, કાર્ડિયો ગ્રામ, કોલેસ્ટેરોલ તપાસ, એન્જીયોગ્રાફી તેમજ હ્દયને લગતા તમામ રોગોનું નિદાન તથા ઓપરેશનો માં અમૃતમ યોજના હેઠળ ફ્રીમાં કરી આપવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

👉🏻 આ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે નીચેના નંબર પર સંપર્ક કરવો…

મો. 02828 220344
મો. 75729 99902

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!