વાંકાનેર તાલુકાના ઢુવા ગામ ખાતે રહેતી એક પરિણીતાને નજીવી બાબતમાં લાગી આવતા પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ ખાતે રહેતી હેતલબેન ભરતભાઈ ગોરિયા (ઉ.વ.27) નામની પરિણીતાનો નાકનો દાણો ભાંગી જતા તેને પતિને નવો દાણો લઇ આપવાનું કહ્યું હતું અને પતિએ થોડા દિવસો પછી નવો દાણો લઇ આપશે તેમ કહેતા માઠું લાગી જતા તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પરિણીતાને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!