વાંકાનેર તાલુકાના હસનપર ગામ નજીકથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપી પાસેથી રીક્ષા, દેશી દારૂ સહિત કુલ રૂ. 1,02,000 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર શહેર નજીક હસનપર ગામ પાસેથી પસાર થતી એક સીએનજી રીક્ષા નં. GJ 03 BX 0913 ને રોકી તલાશી લેતા તેમાંથી 100 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે આરોપી મહેશ દેવજી ખીમસૂરીયા (રહે. નવા થોરાળા,‌ રાજકોટ)ને કુલ રૂ. 1,02,000 ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

આ બનાવમાં અન્ય આરોપી રાહુલ ધીરૂ દેવીપુજક (રહે જારીયા તા. રાજકોટ)નું નામ ખુલતા પોલીસે આરોપી રાહુલ વિરુદ્ધ પણ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!