સતત બે ટર્મથી વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી વાંકાનેર તાલુકાની જનતાના દિલમાં અનેરૂ સ્થાન જમાવનાર ફાતુબેન યુનુસભાઈ શેરસીયા આ વખતે વાંકાનેરની મહિકા તાલુકા પંચાયત સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે જેમાં તેમની લોકપ્રિયતા, પોતાના કાર્યકાળ દરમિયાન નાગરિકોના કરેલ કામો અને હાલ ચુંટણી પ્રચાર દરમ્યાન તેમને આ વિસ્તારના નાગરિકોના મળતા જન સમર્થનથી તેમનો જંગી બહુમતીથી વિજય નિશ્ચિત દેખાઇ રહ્યો છે…
વાંકાનેર તાલુકા પંચાયતની મહિકા બેઠક પર કોંગ્રેસના મજબૂત ઉમેદવાર તરીકે ફાતુબેન યુનુસભાઈ શેરસીયા આ વખતે ચુંટણી લડી રહ્યા છે. જેઓ હાલ પ્રચારના આખરી દિવસોમાં પોતાના મતક્ષેત્રમાં ડોર ટુ ડોર લોકસંપર્ક કરી રહ્યા છે, જેમાં તેમને ઠેર-ઠેર આવકાર મળી રહ્યો છે…
વર્ષોથી લોકસેવા સાથે સંકળાયેલ અને સતત બે ટર્મ સુધી વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપનાર ફાતુબેન યુનુસભાઈ શેરસીયાએ પોતાના કાર્યકાળ દરમિયાન કરેલ વિકાસના કામોથી બહોળી લોકચાહના મેળવી છે જેઓ આ વખતે મહિકા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરતા મતદારો તેમને આવકારી રહ્યાં છે…
વાંકાનેરના સામાજિક અને રાજકીય આગેવાન યુનુસભાઈ શેરસીયા અને મહિકા તા.પ. કોંગ્રેસના ઉમેદવાર ફાતુબેન પોતાના સમર્થકો સાથે હાલ પોતાના મતવિસ્તારમાં ઝંઝાવાતી પ્રવાસ થકી તમામ મતદારોનો રૂબરૂ સંપર્ક કરી રહ્યા છે જેમાં મતદારો દ્વારા પણ સતત જાગૃત અને લોકસેવા માટે ખડેપગે રહેતા કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવવાનો વિશ્વાસ અપાવી વિજયીભવ: ના આશીર્વાદ આપી રહ્યા છે…
આ વિસ્તારમાં ફાતુબેન યુનુસભાઈ શેરસીયાની લોકપ્રિયતા જોતાં ચુંટણી પહેલા જ આ વિસ્તારના મતદારોએ તેમને વિજયી બનાવી દિધા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી વાંકાનેર તાલુકા પંચાયતની આ બેઠક પર પણ કોંગ્રેસના પંજાની પકડ મજબૂત બની છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs