વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક ઉપર કોંગ્રેસના પંજાની પકડ મજબૂત દેખાઇ રહી છે. આ બેઠક પર કોંગ્રેસના પક્ષના મજબૂત ઉમેદવાર રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયાને પોતાના વિસ્તારમાં ચુંટણી પ્રચાર દરમિયાન ચોતરફથી આવકાર મળી રહ્યો છે. તમને પોતાના વિસ્તારમાં મળતાં પ્રચંડ જન સમર્થનથી તેમની જીત લગભગ નક્કી મનાઈ રહી છે….

આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વર્ષોથી લોકસેવા સાથે સંકળાયેલા અને ચંદ્રપુર ગામના સરપંચ પદે પણ રહી ચુકેલા ઈસ્માઈલભાઈ શેરસીયાના પત્ની કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતર્યા છે જેથી ઈસ્માઈલભાઈની લોકચાહનાનો અને જનતાના ભાજપ સરકાર વિરુદ્ધના રોષનો મોટો લાભ કોંગ્રેસના ઉમેદવાર રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયાને મળી રહ્યો છે….

ભાજપ સરકારની ખેડૂતો અને આમ નાગરિકો વિરોધી નીતિથી લોકો કંટાળેલ મતદારો આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરિવર્તન ઇચ્છી રહ્યા છે તેવામાં વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર સીટ પર કોંગ્રેસ પક્ષ દ્વારા સતત લોકો વચ્ચે રહેતા લોકસેવકને પોતાના ઉમેદવાર પસંદ કરતા આ વિસ્તારના મતદારો તેમને પ્રચંડ જન સમર્થન આપી રહ્યા છે…

હાલ ચંદ્રપુર તાલુકા પંચાયત સીટ પર રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયાને ચુંટણી પ્રચારના અંતિમ દિવસોમાં ઠેર ઠેર આવકારવામાં આવી રહ્યાં છે. અને મતદારો સ્વયંભૂ જંગી બહુમતીથી તેમના ઉમેદવારને વિજયી બનાવવાના સંકલ્પો લઇ રહ્યા છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!