મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતની ગારીયા બેઠક ઉપરથી મેદાને ઉતરેલા કોંગ્રેસ અગ્રણી યુનુસભાઈ શેરસીયાને પોતાના મતવિસ્તારમાં જનસંપર્ક દરમિયાન ગામે -ગામથી આવકાર મળી રહ્યો છે અને મતદારો વિજયીભવ: ના આશીર્વાદ આપી રહ્યા છે…

છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી વાંકાનેરના રાજકારણમાં સક્રિય બની લોક સેવા કરતા કોંગ્રેસના મોટા ગજાના આગેવાન એવા યુનુસભાઈ શેરસીયાને કોંગ્રેસ પક્ષ દ્વારા આ વખતે વાંકાનેર તાલુકા પંચાયતની ગારીયા સીટ પરથી મેદાનમાં ઉતરતા અહીંના મતદારોમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે અને કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે સંકલ્પ કરી રહ્યા છે…

કોંગ્રેસ પક્ષના એક સામાન્ય કાર્યકર્તા બની રાજકારણમાં આવેલ યુનુસભાઈ શેરસીયા સરપંચ પદથી લઇ વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. જેમાં હાલ તેઓ ગારીયા તાલુકા પંચાયત સીટ પરથી ચૂંટણી લડી રહ્યા હોય જેના ચુંટણી પ્રચાર દરમિયાન તેમને મળતા પ્રચંડ જન સમર્થનથી આ બેઠક પર કોંગ્રેસને અભૂતપૂર્વ જીત મળવાના ગણિત મંડાઈ ગયા છે…

હાલમાં કોંગ્રેસના પીઢ નેતા યુનુસભાઈ શેરસીયા અને કોંગ્રેસી અગ્રણીઓ ગારીયા તાલુકા પંચાયત મતવિસ્તારમાં ઝંઝાવાતી પ્રવાસ કરી તમામ મતદારોનો રૂબરૂ સંપર્ક કરી રહ્યા છે અને ગ્રામજનો દ્વારા પણ સતત જાગૃત રહેતા અને લોકસેવા માટે ખડેપગે રહેતા કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયનો વિશ્વાસ અપાવી વિજયીભવ: ના આશીર્વાદ આપી રહ્યા છે. હાલ આ વિસ્તારના ગામોમાં યુનુસભાઈ શેરસીયાની પ્રચારયાત્રા દરમિયાન રીતસર કોંગ્રેસનું વાવઝોડુ ફૂંકાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!