તિથવા જીલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી અને આ વિસ્તારની ચાર તાલુકા પંચાયતની બેઠકો માટે આજે પ્રચારના અંતિમ દિવસે ઝંઝાવાતી પ્રચાર કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કર્યા હતા જેમાં કોંગ્રેસના ઉમેદવારોને ગામે ગામથી મતદારોએ આવકાર્યા હતા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે માત્ર કલાકોની જ વાર છે ત્યારે તિથવા જીલ્લા પંચાયત બેઠક પર પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ આગેવાનો દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરી અને વિપક્ષના ઘણા બધા પાસાંઓ ઉલટાવી નાખ્યા હતા. અને અત્યાર સુધી સાઇલેન્ટ બની બેઠેલા મતદારોએ પણ કોંગ્રેસનો સાથ આપવાની જાહેરાત કરી છે…

અત્યારે સુધી મોરબી જિલ્લા પંચાયતની તિથવા બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી આગળ ચાલી રહ્યા હતા જેમાં પ્રચારના અંતિમ પડાવમાં કોંગ્રેસના ઝંઝાવાતી પ્રચારથી તેમની તાકાતમાં અનેક ગણો વધારો થયો છે અને હાલના માહોલ મુજબ કોંગ્રેસનાં ઉમેદવારની વિજયી લીડમાં વધારો થયો હોવાની માહિતી ખાનગી સુત્રોમાંથી જાણવા મળી રહી છે…

કોંગ્રેસના અંતિમ દિવસના ઝંઝાવાતી પ્રચારમાં જીલ્લા પંચાયતના ઉમેદવારના પતિ ઈસ્માઈલભાઈ બાદી, વાલાસણ ગામના યુવા આગેવાન બશીરભાઈ ફતેમામદ અમનજીભાઇ(ગ્રામ પંચાયતના સદસ્ય), સલીમભાઈ રહિમભાઈ કડિવાય(ગ્રામ પંચાયત સદસ્ય), ઉસ્માનભાઇ સીપાઈ, યુનીસભાઈ, તાલુકા સંઘ ડિરેક્ટર નજુભાઈ સીપાઇ અને તિથવા ગામના આગેવાનો જોડાયા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!