વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં કામ કરતા કર્મચારીઓ ગઇકાલે વેતન વધારાની માંગ સાથે એક રેલી યોજી વાંકાનેર મામલતદાર મારફતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવી બાબતે તાત્કાલિક ન્યાય કરવા રજૂઆત કરી હતી….

બાબતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારની મધ્યાહન ભોજન યોજનામાં નજીવા વેતનમાં કામ કરતા કર્મચારીઓને અન્ય રાજ્યોની માફક સન્માન જનક વેતન મળે તે તેમનો અધિકાર છે, જેમાં માત્ર રૂ. 1600 પ્રતિ માસ આપી સરકાર કર્મચારીઓ પાસે કામગીરી કરાવે છે, જે વેતન આ મોંઘવારીના જમાનામાં મશ્કરી સમાન હોય જેથી આ બાબતે સરકાર મધ્યાહન ભોજન કર્મચારીઓને ‌સનમાન જનક પગાર ધોરણ આપે તેવી માંગ સાથે વાંકાનેર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી…

આ સાથે જ મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા જો સરકાર તાત્કાલિક બાબતે ન્યાય નહીં કરે તો આગામી તા. 20/09/2022થી સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી હતી. આ તકે બહોળી સંખ્યામાં કર્મચારી બહેનો, સંચાલક મીત્રો તથા મંડળના પ્રમુખ કે. કે. ઝાલા, મહામંત્રી બહાદુરસિંહ ખેરવા, કોટકભાઈ, દેવકુ ધાંધલ સહિતના હાજર રહ્યા હતા…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso

error: Content is protected !!