રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલ કલામહાકુંભમાં વાંકાનેરની એસ.એમ.એપી. હાઈસ્કુલ-સિંધાવદરની વિદ્યાર્થીની ઇરમબાનુ વકાલીયા, અંકિતા ચાવડાએ અને પરાસરા મુફરીનએ પ્રથમ હરોળમાં સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે…

ગત તા. 11 સપ્ટેમ્બર, રવિવારના રોજ મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે યોજાયેલ કલામહાકુંભમાં જિલ્લાભરમાંથી અલગ અલગ સ્પર્ધામાં 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સાહિત્ય વિભાગની નિબંધ સ્પર્ધામાં ધોરણ 9ની વિદ્યાર્થિની વકાલીયા ઇરમબાનુ નિઝામુદ્દીનભાઈ (ખીજડીયા)એ પ્રથમ અને સર્જનાત્મક પ્રવૃતિમાં ચાવડા અંકિતા ચંદ્રકાંત (સિંધાવદર)એ પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સાથે જ શાળાની વિદ્યાર્થીની પરાસરા મુફરીન હુશેન (ખીજડીયા)એ એકપાત્રિય અભીનયમાં ત્રીજો નંબર મેળવીને
એસ.એમ.પી. હાઈસ્કૂલ તેમજ સમગ્ર વાંકાનેરનું નામ રોશન કર્યું છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso

error: Content is protected !!