રાજકોટ શહેર ખાતે માધાપર ચોકડી ખાતે ઓવર બ્રીજ નિર્માણની કામગીરી શરૂ કરવાની હોય જેથી તંત્ર દ્વારા પુર્વ તૈયારી રૂપે માધાપર ચોકડી ખાતે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી અલગ અલગ રૂટના ટ્રાફિક માટે ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બ્રિજની શરૂઆત જામનગર રોડ દ્વારીકાધીશ પેટ્રોલ પંપથી શરૂ થઇ જામનગર રોડ વોરા સોસાયટી પહેલા પૂર્ણ થતો હોય, માધાપર ચોકડી ઓવર બીજનાં વચ્ચેના સ્લેબની કામગીરી ચાલુ કરવાની હોય, જેથી આ સ્લેબનો સેન્ટ્રીંગ માટે સમગ્ર ચોકમાં ટ્રાફિક મુવમેન્ટ બંધ કરવામાં આવે છે. આ બ્રીજની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી માધાપર ચોકડી ૧૫૦-ફુટ રીંગરોડથી બેડી ચોકડી તરફ બન્ને બાજુના તમામ વાહનો માટે પ્રતિબંધ કરવામાં આવે છે અને નીચે જણાવ્યા મુજબ ડાયવર્ઝન કરવામાં આવેલ છે…

૧). અયોધ્યા, ચોક ૧૫૦-ફુટ રીંગરોડથી બેડી ચોકડી જવા માંગતા તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ થઇ જામનગર રોડ દ્વારીકાધીશ પેટ્રોલ પંપથી યુ-ટર્ન લઇ બેડી ચોકડી તરફ જઈ શકશે…

૨). બેડી ચોકડીથી અયોધ્યા ચોક ૧૫૦-ફુટ રીંગરોડ (ફકત શહેર) તરફ જવા માંગતા તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ થઇ જામનગર સેંડ બજરંગવાડી પોલીસ ચોકી સામેના ડિવાઈડર થી યુ-ટર્ન લઇ અયોધ્યા ગ્રીક ૧૫૦-ફુટ રીંગરોડ તરફ જઈ શકશે….

3). બેડી ચોકડી તરફથી જામનગર પડધરી ધ્રોલ તરફ જવા માંગતા તમામ હેવી વાહનો બેડી ચોકડી મોરબી રોડ મીતાણા ટંકારા થઇ જામનગર, પ્રોલ તરફ જઇ શકશે અને મોરબી રોડ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ દૈવી વાહનો આવી શકશે નહી.

૪). બેડી ચોકડી તરફથી જામનગર-પડધરી/ધોલ તરફ જવા માંગતા તમામ ટૂ-કોર વ્હિકલ નાના વાહનો મૌસુર ભગત ચોકથી ઇશ્વરીયા રોડ માધાપર ગામથી જામનગર રોડ તરફ જઇ શકશે તેમજ રાજકૌટ શહેર તરફ જવા માંગતા તમામ ટૂ ફોર વ્હિકલ નાના વાહનો મૌસુર ભગત ચોકી સંતોષીનગર, રેલનગર અંડર બ્રીજથી શહેર તરફ જઈ શકશે.
રાજુ ભાર્ગવ (I.P.S). પોલીસ કમિશનર, રાજકોટ શહેરને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧થી મળેલ સત્તાની રૂએ આજે તારીખ ૧૯-૧૨-૨૦૨૨ થી આઇપીએશ રાજુ ભાર્ગવની સહી સીક્કા કરી જાહેર જનતાની જાણ માટે માધાપર ચોકડી ઓવર બ્રીજના કંન્ટ્રકશનનું કામકાજ ચાલુ રહે ત્યાં સુધી આ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે…

આ જાહેરનામું પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડના વાહનો તથા અન્ય સરકારી વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં. અને આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને મોટર વાહન અધિનિયમ-૧૯૮૮ની કલમ-૧૮૩ અને કલમ-૧૮૪ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

 

error: Content is protected !!