l વાંકાનેર તાલુકાના લાલપર ગામ ખાતે આવેલ ફૈઝાન ઓઈલ મિલના ભાગીદાર ગુલામમુસ્તુફા જીવાભાઈ શેરસીયા પાસે ખોળના લેણાની ચુકવણી પેટે રૂ. ૪,૯૩,૦૦૦/- અને રૂ.૨,૮૦,૦૦૦/- ના ચેકો તીથવાના રહેવાસી હુસેન આહમદભાઈ પરાસરાને આપેલ, જે ચેક રીટર્ન થતા હુસેન આહમદભાઈ પરાસરાએ તા.૧૦/૧૨/૨૦૨૦ ના રોજ તેમના વકીલ મારફતે ગુલામમુસ્તફાભાઈને લીગલ નોટીસ આપેલ અને નિયત સમયમર્યાદામાં તે રકમ આરોપી નહી ચુકવતા તે અંગેની ફરિયાદ હુસેન આહમદભાઈ પરાસરાએ વાંકાનેર કોર્ટમાં વકીલ મારફતે કેસ દાખલ કરેલ….

ત્યાર બાદ આ કેસમાં આરોપી હાજર નહિ થતા નામદાર કોર્ટે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ જે કેસ સદરહુ નામદાર શર્માસાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદીએ પોતાનો કેસ ની:શંકપણે સાબીત કરેલ હોય અને ફરિયાદીના વકીલ ફારૂક એસ.ખોરજીયાએ કરેલ ધારદાર દલીલો અને નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રજુ કરેલ ચુકાદાને માન્ય રાખીને આ કામના આરોપી ગુલામમુસ્તુફા જીવાભાઈ શેરસીયાને કોર્ટે બે વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે રકમ રૂ. ૯,૦૦,૦૦૦/- ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કામના ફરિયાદી વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા, નાસીર એમ.જામ અને કૌશરબેન ખોરજીયા રોકાયેલ હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!