હાલ ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર અને વરસાદી એમ બંને પાણીની આવશ શરૂ….
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં જંગી વધારો થયો છે, જેમાં ગઈકાલે પડેલા સચરાચાર વરસાદ અને ગુજરાત સરકારની સૌની યોજના અંતર્ગત ડેમમાં પાણીની આવક સતત વધતાં હાલ મચ્છુ 1 ડેમની સપાટી 45.63 ફૂટે પહોંચી છે, જે ડેમની કુલ 49 ફૂટ સપાટીમાંથી 70% ડેમ ભરાયો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે….
જવાબદાર અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ હાલ મચ્છુ 1 ડેમમાં વરસાદી પાણીની સાથે સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. જેમાં સવારે 10 વાગ્યે પાણીની આવક જોઇએ તો 550 ક્યુસેક નર્મદાના નીર અને 231 ક્યુસેક વરસાદી પાણીની આવક શરૂ છે. સમગ્ર ચોમાસા દરમ્યાન ડેમમાં કુલ 527.21 MCFT વરસાદી પાણી અને 745.72 MCFT નર્મદાના નીરના પાણીનો સંગ્રહ થયો છે….
છેલ્લા 24 કલાકમાં ડેમ સાઈટ પર કુલ 33 મીમી વરસાદ નોંધાયો છે, સાથે જ સિઝનનો કુલ 426 મીમી વરસાદ નોંધાયો છે. હાલની સ્થિતિ મુજબ ડેમમાં 70 % પાણીનો સંગ્રહ થયો હોય, જેથી વાંકાનેર વિસ્તારનો એક વર્ષનો પાણીનો પ્રશ્ન હલ થઇ ગયો છે, સાથે જ ડેમમાં પાણીની આવક જોતાં હજુ જળ સપાટીમાં વધારો થાય તેમ હોય જેથી ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી છોડવાની શક્યતા દેખાઈ રહી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso