રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે વાંકાનેર પ્રાંત કક્ષાએ વિવિધ જનસુખાકારીના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ વાંકાનેર માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો….
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની વડપણ હેઠળની સરકારને એક વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે હેઠળ મોરબીના વાંકાનેર પ્રાંત કક્ષાના વિવિધ જન સુખાકારીના વિકાસ કામોના ખાતમૂહુર્ત-લોકાપર્ણનો કાર્યક્રમ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વાંકાનેર માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો.
જેમાં વાંકાનેર પ્રાંત કક્ષાએ વાંકાનેરના જુદા જુદા ગામોના વિકાસના કુલ ૧૦૫.૨૫ લાખના ૩૨ કામોનું ખાતમુહૂર્ત તથા કુલ ૨૧.૭૬ લાખના ૯ કામોનું લોકાપર્ણ મળી એક કુલ ૧૨૭.૦૧ લાખના ૪૧ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકોપર્ણ કરવામાં આવ્યું હતું. આ તકે સર્વે ઉપસ્થિતોએ માહિતી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિશ્વાસથી વિકાસયાત્રા અંગેની ફિલ્મ નિહાળી હતી…
આ પ્રસંગે મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, અધિક નિવાસી કલેકટરશ્રી એન. કે. મુછાર, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ. એસ. સેરશિયા, ધમેન્દ્રસિંહ ઝાલા, પરેશભાઇ મઢવી, રતીલાલ અણિયારીયા સહિત પદાધિકારીશ્રી/અધિકારીશ્રી તથા બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતા…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso