વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ ખાતે રહેતી એક પરિણીત મહિલાને તેના પતિએ ઘરમાં ધુળ-કચરા કરવા કહેતા આ બાબતનું લાગી આવતા મહિલાએ ઘરમાં પડેલ ફિનાઈલ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં હાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ ખાતે રહેતી રેખાબેન મનસુખભાઈ રાઠોડ(ઉ.વ. ૨૬)નામની પરિણીતાને ડાબા પગે ઘુંટણના ભાગે મુંઢ ઇજા સ્નાયુ ખેંચાઈ જતા સારવારનો પાટો બાંધેલ હોય જેમાં તેના પતિએ ઘરમાં ધુળ-કચરા કરવા બાબતે કહેતા,

આ બાબતનું લાગી આવતા મહિલાએ ઘરે ફ્રિજ પર રાખેલ ફિનાઈલની બોટલમાંથી એક ઘુંટડો ફિનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જેથી હાલ આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!