વાંકાનેર તાલુકાના ગારિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં એક શખ્સ વિદેશી દારૂનો જથ્થો રાખી વેપાર કરતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી 9 બોટલ વિદેશી દારૂ અને 192 નંગ બીયરના ટીન સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વાંકાનેર તાલુકાના ગારીયા ગામની સીમમાં આવેલ વિજય જીવાભાઇ મેર(ઉ.વ.૨૨)ના કબ્જા ભોગવટા વાળા ખેતરમાં દરોડો પાડી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની ઓલ સેસન ગોલ્ડન કલેકશન રીર્ઝવ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલ પેક બોટલ નંગ-09 (કીંમત રૂ. ૬૪૮૦) તથા કીંગફીશર સુપર સ્ટોંગ ૫૦૦ એમ.એલ.ના બીયરના ટીન નંગ- 192 (કી. રૂ.૧૯,૨૦૦) મળી કુલ રૂ. 25,680 ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS