વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વાંકાનેર વિસ્તારના હોદ્દેદારો અને ઠાકોર સમાજના આગેવાનોની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી વેલનાથ જયંતી નિમિત્તે યોજાતી ભવ્ય શોભાયાત્રા અંગે ચર્ચા અને આયોજનો કરવામાં આવ્યા હતા….
આ મીટીંગમાં વાંકાનેર તાલુકાના 17 ગામના આગેવાનો જોડાયા હતા અને આગામી તા. 16/4 ના રોજ આવતી વેલનાથ બાપુ જન્મ જયંતી નિમિતે પરંપરાગત રીતે યોજાતી ભવ્ય શોભાયાત્રા માટે ચર્ચા અને આયોજનો કરવામાં આવ્યા હતા, જે શોભાયાત્રાનો રૂટ આશરે 40 કિમી લાંબો અને તેમાં 15 થી વધારે ગામનો સમાવેશ થાય તે રીતે આયોજન કરાયું હતું.
શોભાયાત્રાની શરૂઆત મચ્છુ ડેમ રોડ, હોલમઢ ગામથી તા. 16 ના રોજ સવારે 8 કલાકે પ્રસ્થાન કરી મહિકા, કોઠી, જોધપર, લીંબાળા, કેરાળા, ધમલપર ચોકડી પાસે વેલનાથ બાપુના મંદિર ખાતે મહાપ્રસાદ કાર્યક્રમ યોજાશે જે બાદ ફરી ધમલપ૨, હસનપર, શક્તિપરા, વિસીપરા અને મિલપ્લોટ સહિતના વિસ્તારમાં ફરીને શોભાયાત્રા વાંકાનેર શહેરના જીનપરા, મેઈન બજાર, માર્કેટ ચોક, દીવાનપરા, વેલનાથપરા થઈ આરોગ્યનગર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે. આ શોભાયાત્રામાં સમાજના યુવાનો, આગેવાનો, કાર્યકરો સહીત મોટી સંખ્યામાં નાગરિકો જોડાય તેવુ આયોજન કરવામાં આવ્યું હતું….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS