વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી ગાયત્રી શકિતપીઠ મંદિર, મહાકાળી ટેકરીની તળેટીમાં આગામી તા.૧૧ ને સોમવારના રોજ ૩૦મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવામાં આવશે. આ પ્રસંગે સવારે નવકુંડી ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે મંદિર ખાતે પાટોત્સવ ઉજવાતો ન હતો. તેમ છતાં મંદિર દ્વારા પોતાની પ્રવૃતિઓ ચાલુ રાખી માનવતાનો દિવ પ્રજવલિત રાખ્યો હતો…
ગાયત્રી શક્તિપીઠ મંદિરમાં માં ગાયત્રીજીની આબેહુબ સંગેમરમરની મૂર્તિ છે. તેનો અનુપમ શણગારથી માતાજી સાક્ષાત હાજરા હજુર હોય તેવી અનુભૂતિ થાય છે. ડાબીબાજુ અંબાજી માતાજી, જમણી બાજુ સરસ્વતી માતાજી ત્યાંથી આગળ મહાદેવ મંદિર છે. અસંખ્ય દેવ-દેવીઓની મૂર્તિઓથી એક અનુપમ તિર્થાટન ગાયત્રી મંદિર
બની ગયું છે.
સંચાલક અશ્વિનભાઈ રાવલના અથાગ પરિશ્રમથી અહીં ૨૦૦ જેટલી ગાયો રાખી ગૌશાળા નિયમિત ચાલે છે. તેના દૂધની છાસ બનાવી યાત્રાળુઓને આપવામાં આવે છે. ગાય માતાના મુત્રમાંથી ગૌ-મુત્ર બનાવી વિનામૂલ્ય આપવામાં આવે છે. રામ ચોક ખાતે ગાયત્રી પરિવાર દ્વારા જરૂરીયાતમંદ ૩૦૦ જેટલા વ્યકિતઓને ટિફિન ટોકન દરે અને વિનામૂલ્ય પણ આપવામાં આવે છે. આવું ભગીરથ કાર્ય મંદિર દ્વારા ઘણા વર્ષોથી ચાલુ છે….
ગાયત્રી મંદિરની બાજુમાં એકથી આઠ ધોરણની શાળામાં પછાત જ્ઞાતિના બાળકોને વિનામૂલ્ય અભ્યાસ કરાવવામાં આવે છે. તો આ સંસ્થા દિવ્યાંગ બાળકો માટે અલાયદુ વાત્સલ્ય મંદિર ચલાવે છે. જેમાં ૫૦ જેટલા મંદબુધ્ધિના બાળકોને મોટર દ્વારા ઘેર..ઘેર.થી તેડી લાવી બપોરે ભરપેટ ભોજન કરાવી અને આવા બાળકોની બુધ્ધિનો વિકાસ થાય તે હેતુથી તેનું જીવન ઘડતર કરે ને આવા બાળકોને કલાત્મક રમકડા આપી મનોરંજન આપે જ્ઞાન સાથે ગમ્મત કરાવે છે.
આ ઉપરાંત આ સંસ્થા અબ્યુલન્સ વૈકુંઠરથ, રાહતદરે પશુ સારવાર, બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ, ફુલ છોડનું વિતરણ કરે છે. આવી અસંખ્ય માનવતા વાદી પ્રવૃતિ કરતા ગાયત્રી મંદિરના ૩૦મા પાટોત્સવમાં પધારવા ભકતજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે…..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS