વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ નજીક આવેલ ફાટક પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઇક ચાલકને રોકી તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂના જથ્થા સાથે બાઇક ચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લુણસરીયા ગામ નજીક આવેલ રેલ્વે ફાટક પાસેથી બાઈક GJ 13 AP 2836 નો ચાલક શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે બાઈક રોકીને તલાશી લેતા બાઇક ચાલક આરોપી જગદીશભાઈ ભીખાભાઈ મોરી પાસેથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય “કીંગફીસર સુપર સ્ટ્રોંગ બીયર ટીન” ૫૦૦ એમ.એલ. ની કંપની સીલ પેંક બીયર ટીન બે મળી આવતા પોલીસે બાઈક અને દારૂ સહીત કુલ રૂ. 10,400 ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!