વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વાંકાનેર તાલુકાના થાન રોડ પર લુણસરીયા ફાટક નજીક પસાર થતી એક કારને રોકી તલાશી લેતા તેમાંથી 96 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કારચાલક સહિત બે શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન હેડ કો. હરપાલસિંહ પરમાર અને કો. કૃષ્ણરાજસિંહ ઝાલાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે ટીમ વાંકાનેર તાલુકાના થાન રોડ પર, લુણસરીયા ફાટક પાસેથી પસાર થતી એક વેગનાર કાર નં. GJ 27 K 4619 ને રોકી તલાશી લેતા તેમાંથી 96 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો…

જેથી પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂ. 1,36,000 ના મુદ્દામાલ સાથે આરોપી મનસુખભાઇ બાબુભાઈ વાઘેલા (ઉ.વ. 28, રહે. મુ. સોમાસર, તા. મુળી, જી. સુરેન્દ્રનગર) અને ગણપતભાઇ મોહનભાઈ વાઘેલા (ઉ.વ. 24, મુ. સોમાસર, તા. મુળી, જી. સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ બી. ડી. જાડેજા, એ.એસ.આઈ. હિરાભાઇ મઠીયા, હેડ કો. હરપાલસિંહ પરમાર, કો. કૃષ્ણરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!