વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામની સીમમાં આવેલ માલિકીની વિડીમાં વૃદ્ધએ માલધારીને માલઢોર ચરાવવાની ના પાડતા આ બાબતે ઉશ્કેરાઈ જઈ એક શખ્સે તેમના પર હુમલો કરી માર મારતાં આ બાબતે પોલીસ ફરિયાદી નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે રહેતા ફરિયાદી દોલતસિંહ અમરસિંહ ઝાલા(ઉ.વ. ૬૧)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની લુણસરિયા ગામની સીમમાં ઉગમણી સીમમાં આશરે ૪૫૦ એકર જેટલી વિડી આવેલ હોય, જેમાં તા. ૦૬ના રોજ પોણા ચાર વાગ્યાની આસપાસ તેઓ પોતાની વીડીની જમીનમાં હાજર હોય અને કોઈ માલઢોર ચરાવી ન જાય તેનું ધ્યાન રાખતા હતા.
એ સમયે તેમના ગામમાં રહેતા ધવલભાઇ ધારાભાઈ ટોટા તેના માલઢોર ગાય તથા ભેંસ ચરાવતા હતા. જેથી દોલતસિંહે ધવલભાઇને પોતાની વીડીની જમીનમાં માલઢોર નહીં ચરાવવાનું કહેતા ધવલને કહ્યું હતું કે, મારા પિતા ધારાભાઈ કુકાભાઈ ટોટાએ મને માલઢોર ચડાવવાનું કહ્યું છે, જેથી હું અહીં આવ્યો છું. આ બાબતે દોલતસિંહે કહ્યું હતું કે તારા પિતાને બોલાવી આવ. આવું કહેતા ધવલભાઇ વીડીએથી પોતાના માલઢોર લઈને નીકળી ગયા હતા…
થોડીવાર બાદ ત્યાં આરોપી ધારાભાઈ કુકાભાઈ ટોટા તેના હાથમાં લાકડી લઈને આવ્યા હતા અને તેણે દોલતસિંહને ગાળો ભાંડીને કહ્યું હતું કે મારા દીકરા ધવલને તમે વીડીમાં માલ ઢોર ચલાવવાની કેમ ના પાડી અને બોલાચાલી કરવા લાગ્યો હતો. એ સમયે દોલતસિંહ એ કહ્યું હતું કે આ વિડીની જમીન મારી માલિકીની છે અને મેં જ તમારા દીકરાને માલઢોર ચડાવવાની ના પાડી છે. તેમ કહેતા આરોપી ધારાભાઈએ કહ્યું હતું કે હવે તો તમારી જ વિડીમાં માલ ઢોર ચડાવવા છે. તમારાથી થાય તે કરી લેજો.
તેમ કહી તેના હાથમાં રહેલ લાકડી વડે દોલતસિંહને જમણા પગે પંજાના ભાગે તથા છાતીના ભાગે જમણી બાજુ મારમાર્યો હતો અને કહ્યું હતું કે આજે તો થોડો જ માર માર્યો છે, હવે જો વીડીમાં માલ ઢોર ચડાવવાની ના પાડશો તો તમને વધુ માર મારીશ તેવી ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. જે મામલે વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1