ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર આરટીઓના અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે ત્યાંથી પસાર થતા ટ્રક ચાલકોને ખોટા મેમો ફટકારવામાં આવતાં હોય, જેના કારણે વાંકાનેરના ટ્રાન્સપોર્ટરોએ બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરી વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આ મામલે પત્ર લખીને રજૂઆત કરી છે…

બાબતે ગઇકાલે વાંકાનેર ખાતે ટ્રાન્સપોર્ટરોએ બેઠક બોલાવી રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસથી ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર તથા અન્ય બોર્ડર પાસે આરટીઓ (નવાપુર/ નંદુરબાર/ ધુલે/ જલગાંવ/ ડેડિયાપાડા) અધિકારીઓ દ્વારા ત્યાંથી પસાર થતા ટ્રક ચાલકોને એનકેન પ્રકારે ખોટા મેમ આપવામાં આવી રહ્યા છે, જેમાં RTO અધિકારીઓ વાહનચાલકોને હેરાન કરી અને ગેરવર્તણૂક કરીને વાહનોના ખોટા મેમો કરી રહ્યા છે…

બાબતે આરટીઓ અધિકારીઓ દ્વારા ગુજરાતના તમામ વાહનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 60 થી 90 લાખની કિંમતના મેમો અને ચાલીસથી પચાસ હજારના ઈન્વોઈસ ટ્રક ચાલકોને આપવામાં આવ્યા છે. જે કનડગત સામે વાંકાનેરના ટ્રાન્સપોર્ટરોએ નારાજગી વ્યક્ત કરી અને બાબતે આ સમસ્યાના નિરાકરણની માંગ કરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!