સમગ્ર ગુજરાતમાં જ્યારે પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતાં વ્યાજખોરીના હાટડાઓ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે આજે વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ દ્વારા સંયુક્ત રીતે વાંકાનેર વિસ્તારના જરૂરીયાતમંદ નાગરિકોને વ્યાજબી દરે લોન તથા ધિરાણ સરળતાથી મળી રહે તે માટે રાષ્ટ્રીય તથા સહકારી બેન્કોના પ્રતિનિધિઓની હાજરીમાં લોન વિશે માહિતી મળી રહે તે માટે લોનમેળા તથા વ્યાજખોરીના દુષણને ડામવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં યોજાયેલ આ લોકમેળા તથા લોક દરબારમાં જરૂરીયાતમંદ નાગરિકોને વ્યાજબી દરે લોન/ધિરાણ સરળતાથી મળી શકે તે માટે રાષ્ટ્રીય બેન્કો તથા સહકારી બેન્કોના પ્રતિનિધિઓ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી આમ નાગરિકોને વિવિધ પ્રકારની લોન વિશે માહિતી પુરી પાડી હતી….

આ તકે ઉદ્યોગ કેન્દ્રના અધિકારી નિલેશભાઈ રાઠોડ, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, સામાજિક અગ્રણી અમિતસિંહ રાણા, વાંકાનેર સીપીઆઈ વી. પી. ગોલ, સીટી પી.આઈ કે. એમ. છાસીયા, વાંકાનેર તાલુકા પીએસઆઇ સોનારા, વાંકાનેર સીટી પીએસઆઇ ગઢવી તથા વિવિધ બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!