વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી નજીકથી જાહેરમાં જુગાર રમતા 10 પત્તા પ્રેમીઓ ઝડપાયાં….

0

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી ખાતે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા દસ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી તમામ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સાંજના ૫:૩૦ વાગ્યાની આસપાસ વરડુસર ચોકડી પાસે પહોંચતા ત્યાં આવેલ જય ગોપાલ દુકાન પાછળ કોઈ શખ્સો કુંડાળું વળી જુગાર રમતા દેખાતાં પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). બાબુભાઇ હકાભાઇ ગમારા(રહે પલાસ), ૨). મોમભાઇ નાથાભાઇ ડાભી(રહે. વરડુસર), ૩) બળદેવભાઈ રમેશભાઈ કાંજીયા (રહે. વિડી જાંબુડીયા), ૪). રમેશભાઇ માધાભાઇ ગમારા(રહે. રફાળેશ્વર),

૫). લખુભાઇ મનુભાઇ બાવળા(રહે. મોરબી), ૬). કનુભાઇ નકુભાઇ ખાચર(રહે. રંગપર), ૭). નાથાભાઇ લક્ષ્મણભાઇ ડોડીયા(રહે. રાજકોટ), ૮). મુકેશભાઇ જગાભાઇ લામકા(રહે. વરડૂસર), ૯). મહાવીરસિંહ દીલુભા ઝાલા(રહે. રંગપર), ૧૦). પ્રવીણભાઇ વાલજીભાઇ કુનતીયા(રહે. વરડુસર) ને રોકડ રકમ રૂ. 48,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1