કપાસની ગાડીના હિસાબ માટે રાખેલ રોકડ રકમ ભરેલ થેલો ખાનામાંથી કાઢી ફેક્ટરીનું બાઇક લઈને આરોપી ફરાર…

વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર આવેલ ખોડીયાર જીનીંગ & પ્રેસીંગ નામની ફેક્ટરીમાંથી માલિકની કારનો ડ્રાઇવર ફેક્ટરીની ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ રૂ. 14 લાખની રોકડ ભરેલ થેલો લઈને ફરાર થઈ જતાં બાબતે ફેક્ટરી માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેથી પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર જસદણ સિરામીકની બાજુમાં આવેલ ખોડીયાર જીનીંગ & પ્રેસીંગ નામની ફેક્ટરીના માલિક નિલેશભાઈ જયચંદ્રભાઈ મેઘાણી (ઉ.વ. ૬૨)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ગત તા. ૩૧ ના રોજ તેમની ફેક્ટરી ખાતે તેમના કાર ડ્રાઇવર સત્યજીત દાનાભાઈ કરપડા(રહે. હાલ કણકોટ પાટીયા પાસે, રૂડા-૩, રાજકોટ, મળ રહે. જુનાગઢ) સાથે આવેલ હોય અને ફેક્ટરીમાં કંપાસની ગાડી આવવાની હોય જેના હિસાબ માટે બેંકમાંથી રૂ. 14 લાખ ઉપાડી ફેક્ટરીની ઓફિસમાં ટેબલના ખાનામાં રાખી તેઓ બપોરે જમવા માટે બહાર ગયેલ,

જે સમય દરમ્યાન તેમનો ડ્રાઇવર સત્યજીત ઓફીસમાં જઇ અને ખાનામાંથી રૂ. 14 લાખ રોકડ ભરેલો થેલો અને ફેક્ટરીમાં રાખેલ તેમના એકસેસ બાઈક નંબર GJ 03 FG 7031 લઇને ફરાર થઈ ગયેલ જેથી બનાવની જાણ થતાં બાબતે ફેક્ટરી માલિકે આરોપી ડ્રાઇવર સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!