મચ્છુ 1 ડેમથી વાંકાનેર શહેર આવતી પિવાના પાણીની પાઈપલાઈનમાં ગેરકાયદેસર ભંગાણ કરી કનેક્શન લેવા બાબતે નગરપાલિકા દ્વારા ગામના સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ….
વાંકાનેર શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે વાંકાનેર નગર પાલિકા દ્વારા મચ્છુ 1 ડેમથી વાંકાનેર શહેર સુધી પીવાના પાણીની લાઈન નાંખવામાં આવી છે જેમાં લિંબાળા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે લાઇનમાં ભંગાણ કરી પાણી કનેક્શન લઈને ગામના લોકોને પાણી આપવામાં આવતું હતું જેની જાણ નગરપાલિકાને થતાં પાલિકા દ્વારા ગેરકાયદે કનેક્શન કટ કરી ગામના સરપંચ સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નગરપાલિકામાં પાણી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી અશોકભાઈ રાવલ દ્વારા લિંબાળા ગામના સરપંચ ઉસ્માનભાઈ ફતેહમામદ કડીવારની સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ૪૦૦ એમ.એસ.ની પાણીની પાઈપલાઈન મચ્છુ 1 ડેમથી વાંકાનેર શહેર સુધી પાથરવામાં આવેલ છે,
જેમાં અનઅધિકૃત રીતે પાઇપ લાઇન ફીટ કરીને ત્રણ હોર્સ પાવરનો ડેડકો (મોટર) ફીટ કરીને છેલ્લા ઘણા સમયથી લિંબાળા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદે કનેક્શન મારફતે પાણી ખેંચવામાં આવતું હતું અને પાણીનો બગાડ કરવામાં આવતો હતો જેથી કરીને હાલમાં પાલિકાના કર્મચારીની ફરિયાદ પરથી વાંકાનેર સિટી પોલીસે આરોપી સરપંચ સામે આઈ.પી.સી. કલમ ૪૩૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I