વાંકાનેર શહેરથી બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે પર મેસરીયા ગામ નજીક આવેલ પોલીસ ચેક પોસ્ટેથી મોરબી એસ.ઓ.જી અને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાહન ચેકિંગ દરમ્યાન એક રિક્ષામાંથી ચાર કિલો ગાંજા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે ચાર કિલો ગાંજો, રીક્ષા અને બે મોબાઈલ સહિત કુલ રૂ. 1,18,500 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ વાંકાનેરની મેસરીયા ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગમાં હોય દરમ્યાન ત્યાંથી પસાર થતી એક રીક્ષા નં. GJ 36 U 6417X ને રોકી તલાશી લેતા તેમાંથી ચાર કિલો ગાંજો મળી આવ્યો હતો જેથી પોલીસે રીક્ષામાં બેસેલ જાદવ ઉર્ફે ભીમાભાઇ રામભાઈ મુંધવા (ઉ.વ. 20, રહે. અમરનાથ સોસાયટી મિતુલ પટેલના દવાખાનાની સામે, વાંકાનેર),
રાજુભાઈ રતનભાઈ શર્મા (ઉ.વ. 36, રહે. લાલપર ગામે જીતુભાઈ પટેલના મકાનમાં, મૂળ રહે. એમપી) અને બળદેવભાઈ વિરમભાઈ ગમારા (ઉ.વ. 30, રહે. હાલ આરોગ્યનગર, કૈણાભાઈના મકાનમાં, મૂળ રહે. રફાળેશ્વર)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
પોલીસે આ બનાવમાં 4 કિલો ગાંજો (કીંમત રૂ. 40,000), સીએનજી રીક્ષા (કીંમત રૂ. 60,000), રેક્જીનનો થેલો અને બે મોબાઈલ (કીંમત રૂ. 6,000) અને રોકડ રકમ રૂ. 12,500 સહિત કુલ રૂ. 1,18,500 ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I