વાંકાનેર શહેર નજીક વઘાસીયા ગામની સીમમાં આવેલ એક સીરામીક કારખાનાની પાછળના ભાગેથી વાંકાનેર સીટી પોલીસ ટીમને એક શંકાસ્પદ હાલતમાં પડેલી ગાડી મળી આવી હતી જેથી પોલીસે તેની તલાશી લેતા તેમાંથી 108 બોટલ વિદેશી દારૂ મળી આવી હતી જેથી પોલીસે સ્થળ પરથી ગાડી અઞે દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વઘાસીયા ગામની સીમમાં આવેલ ડયુરેજા સીરામીક કારખાનાની પાછળના ભાગમાં દીવાલ પાસે એક સફેદ કલરની ગાડી શંકાસ્પદ હાલત જણાતા પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતિય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની મેકડોવેલ્સ નંબર-1 કલેકશન વહીસ્કી ઓરીજનલની 108 બોટલ મળી આવી હતી….
જેથી પોલીસે સફેદ કલરની એસન્ટ ગાડી નં. GJ-04-CM-7182 (કિ. રૂ. 1,00,000) અને 108 બોટલ વિદેશી દારૂ (કિ. રૂ. 40,500) સહિત કુલ રૂ. 1,40,500/- નો મુદ્દામાલ જપ્ત કરી ઉપરોક્ત ગાડીના ચાલક સામે પ્રોહી કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં ઈન. પી.આઈ. બી. ડી. જાડેજા, હેડ કોન્સ. ગીરીશકુમાર ટાપરીયા, હરપાલસિંહ પરમાર, કોન્સ અરવિંદભાઈ મકવાણા શક્તિસિંહ જાડેજા તથા અનાર્મ લોકરક્ષક પ્રતિપાલસિંહ વાળા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I