વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે નેશનલ હાઇવે પર બાઇક આડે કૂતરું આવી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં મોરબીના એક વૃદ્ધને ઇજા થઈ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા જ્યાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી બોરીચાવાસ પાસે મકરાણીવાસમાં સબજેલની પાછળના ભાગમાં રહેતા ફારૂકશાં સુલેમાનશાં શાહમદારએ વાંકાનેર પોલીસમાં આરોપી મહેશભાઈ સાદુળભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૩/૭ ના રાત્રીના સાડા નવેક વાગ્યે વાંકાનેર બાઉન્ડ્રી તરફથી વાંકાનેર તરફ આવતા ને.હા. રોડ ઉપર લીંબાળાધાર પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે આરોપીના બાઈકમાં ફરિયાદીના પિતા સુલેમાનભાઈ હાસમભાઈ શાહમદાર (૭૦) અને આરોપીનો દીકરો વાસુદેવ (૮) સાથે બેઠા હતા અને ત્રણ સવારીમા તેઓ રોડ ઉપરથી જતાં હતા,
ત્યારે બાઇક નંબર જીજે ૧૩ બીબી ૦૨૫૧ ની આડે કુતરુ આવ્યું હતું જેથી કરીને બાઇકને બ્રેક મારતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને ફરિયાદીના પિતા સહિતના ત્રણેય રોડ ઉપર પડી ગયા હતા ત્યારે આરોપીને માથા, મોઢા અને પગે ઇજા થઈ હતી તેના દીકરાને મોઢા તથા પગે છોલછાલની ઇજા થઈ હતી અને ફરિયાદીના પિતા સુલેમાનભાઈ હાસમભાઈ શાહમદાર (૭૦) ને કપાળ અને માથાના ભાગે વધુ ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડાયા હતા અને ચાલુ સારવાર દરમિયાન ફરિયાદીના પિતાનું મોત થયું છે, જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઇક ચાલકની સામે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ ૧૮૪, ૧૭૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR