વાંકાનેર હાઈવે નજીક પુનઃ સર્જાયો ગંભીર અકસ્માત, એક બાઈક સવાર યુવાનનું મોત…

0

રોંગ સાઈડમાં આવતા બે બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં  યુવાનનું મોત, અન્ય એક બાઇક સવાર પણ ઈજાગ્રસ્ત…

વાંકાનેર શહેર નજીક હાઇવે પર આજે પુનઃ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈવે પર મુબીન ઓટો સામે રોંગ સાઈડમાંથી આવતા એક બાઇક અને અન્ય બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મોત થયું હતું જ્યારે અન્ય એક બાઇક ચાલકને પણ આ અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરથી ચંદ્રપુર તરફ જતા નેશનલ હાઇવે પર આજે સવારે 11 વાગ્યાની આસપાસ મુબીન ઓટોની સામે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રોંગ સાઈડમાંથી આવતા એક બાઇક સાથે અન્ય બાઈક અથડાતાં એક બાઈક સવાર યુવાન ફંગોળાઇ ત્યાંથી પસાર થતા ટ્રક પાછળ ઘુસી ગયો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો…

આ સાથે આ ગંભીર અકસ્માતના બનાવમાં અન્ય એક બાઇક સવાર યુવાનને પણ ઈજા પહોંચી હતી જેથી તેને પણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે. બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR