આર.ડી.સી. બેંક દ્વારા મંડળીની સરળ વહિવટી કામગીરી માટે ઈનામ સ્વરૂપે હિરો સ્પ્લેન્ડર બાઈક પાંચદ્વારકા મંડળીને એનાયત કરાયું….

શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક દ્વારા દર વર્ષે સારી કામગીરી અને રિકવરી કરનાર સેવા સહકારી મંડળીઓને જીલ્લા કક્ષાએ પ્રોત્સાહન રૂપે ઈનામ એનાયત કરે છે, જેમાં આ વર્ષે આ યોજના હેઠળ ગ્રુપ નંબર 3માં વાંકાનેર તાલુકાની પાંચદ્વારકા સેવા સહકારી મંડળી પ્રથમ ક્રમે વિજેતા થતાં મંડળીને પ્રોત્સાહન રૂપે હિરો સ્પ્લેન્ડર બાઈક એનાયત કરવામાં આવ્યું હતું…

આર.ડી.સી. બેંક દ્વારા દર વર્ષે સારી કામગીરી કરનાર સેવા સહકારી મંડળીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ આપે છે, જે યોજના અંતર્ગત આ વર્ષે વાંકાનેર તાલુકાની પાંચદ્વારકા જુથ સેવા સહકારી મંડળી સારી કામગીરીમાં ગ્રુપ નંબર 3માં પ્રથમ ક્રમે વિજેતા થતાં મંડળીને ઈનામ સ્વરૂપે મંડળીની કામગીરીમાં સરળતા અને વહીવટી કામકાજ માટે બેંક દ્વારા હિરો સ્પ્લેન્ડર બાઈક એનાયત કરવામાં આવ્યું હતું, આ તકે પાંચદ્વારકા જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ ઈસ્માઈલભાઈ બાદી હાજર રહી ઇનામનો સ્વિકાર કર્યો હતો…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!