વાંકાનેર તાલુકાની શ્રી લાલપર પ્રાથમિક શાળા ખાતે આજરોજ સી.આર.સી. કક્ષાનો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો હતો જેમાં લાલપર સી.આર.સી.ની પેટા શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિ રજૂ કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો, જેમાં લાલપર શાળા અને ભાટીયા કુમાર શાળાની કૃતિને પ્રથમ સ્થાન આપી તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જવા માટે સિલેક્ટ કરવામાં આવી હતી…
આ સમગ્ર કાર્યક્રમમાં લાલપર શાળાના આચાર્ય સુરેશકુમાર પ્રજાપતિ, સી.આર.સી કો.-ઓ રફિકભાઈ માથકિયા, શાળાના શિક્ષક નિઝામ સાહેબ તથા મ.ભો.યો સંચાલક અશરફીબેન દ્વારા સેવા આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતુ…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4