સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથે છે ત્યારે ઉમેદવારોની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે લીધેલ નિર્ણય મુજબ કોઈ પણ કાર્યકર્તા ૧). ત્રણ એટલે કે ૧૫ વર્ષ જે તે સંસ્થામાં સેવા આપી ચૂક્યા હોય, ૨). ૬૦ કરતાં વધુ ઉંમરનો હોય, અને ૩). સંગઠનના હોદ્દેદારો અને ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓના લોહીના સંબંધ ધરાવતા વારસદાર હોય તેવા કાર્યકર્તાને ભાજપની ટિકિટ આપવામાં નહીં આવે તેવા નિર્ણયને રાજ્યસભાના પૂર્વ સાંસદ લલીતભાઈ મહેતાએ આવકાર્યો છે….
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે પક્ષના આ નિર્ણયને સ્થાપિત હિતો ન ઉભા થાય, યુવાન કાર્યકર્તાઓને તક મળે અને પરિવારવાદીતાથી બચી લોકતંત્રને ધબકતું રાખતી વ્યવસ્થા મુજબ પાર્ટીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને એકાત્મ માનવદર્શનની વિચારધારાને પુરસ્કૃત કરતી કેડર દ્વારા જ પાર્ટીનો સર્વક્ષેત્રીય અને સર્વસ્પર્શી વિકાસ થાય તે સુનિશ્ચિત કરવાનું આવકારદાયક પગલું છે…
લલીતભાઈ મહેતાએ પોતાની રાજ્યસભામાં સાંસદ તરીકેની સેવા વખતેનું ઉદાહરણ આપી જણાવ્યું હતું કે મારા કાર્યકાળ દરમ્યાન સામ્યવાદી(માર્કસવાદી) પક્ષના ત્રણ સંસદ સભ્યો ૧). નિલોત્પલ બસુ, ૨). દીપંકર મુખર્જી અને ૩). જીબન રોય ઉત્કૃષ્ટ સંસદીય કાર્ય કરી રહ્યા હતા અને આ ત્રણ સભ્યોના નિવૃત્તિના સમયે તેમની સાથે વાતચીત કરતા મેં કહ્યું કે તમે તો ફરી રાજ્યસભામાં આવશો,
ત્યારે તેમનો જવાબ હતો કે અમારી બે ટર્મ અહીં પૂરી થઈ છે, અમારી સામ્યવાદી પાર્ટીનો નિયમ છે કે કોઈ પણ ચુંટાયેલી પાંખ, પંચાયત-નગરપાલિકા-ધારાસભા-લોકસભા-રાજ્યસભામાં કોઈ પણ કાર્યકર્તા કે નેતાએ બે ટર્મ પછી ફરી પાર્ટીના સંગઠનમાં જ કામ કરવાનું રહેશે અથવા પાર્ટીની વિચારધારા વાળી સંસ્થાઓ પૈકી કોઈપણ સંસ્થાના સેવા કાર્યમાં જોડાઈ જવાનું રહેશે.
દેશભરમાં ભાજપનો વિસ્તાર-વ્યાપ એટલો વધ્યો છે કે ભાજપની વિચારધારા મુજબ કાર્યકર્તાઓનું ઘડતર થાય, વિચારધારાના આધારે સામાજિક પરિવર્તન કરવા માટે રાજકીય સત્તાનો ઉપયોગ થાય અને દેશની જનતાની પાયાની જરૂરિયાતો પૂરી કરવા સાથે લોકોની અપેક્ષાઓ પણ સંતોષાય,
લોકતંત્રની નીવ મજબૂત થાય એ રીતે પાર્ટીના કાર્યકર્તા કામ કરે તે અપેક્ષિત છે. રાજકારણ કે રાજકીય સત્તા ક્યારેય સામાજિક પરિવર્તન લઈ શકતી નથી. માત્ર ને માત્ર સેવા-સમર્પણ ભાવ સાથે થતું કાર્ય જ પરિવર્તન લાવે છે એમ પૂર્વ સાંસદ સભ્ય લલિતભાઈ મહેતાએ અંતમાં જણાવ્યું હતું…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi