વાંકાનેર તાલુકાના કલાવડી ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક રિક્ષાને રોકી તલાસી લેતાં તેમાંથી એક બોટલ વિદેશી દારૂ મળી આવી હતી જેથી પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ કો. અકિલભાઈ બાંભણીયા, હરિશ્ચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ કલાવડી ગામના બોર્ડ પાસે પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં એક રિક્ષા નં‌. GJ 12 BU 4136 પસાર થતા તેને રોકી ચેક કરતાં તેમાંથી એક બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસ દ્વારા રૂ. 60,520 નો મુદ્દામાલ જપ્ત કરી રિક્ષા ચાલક આરોપી મોહનભાઈ ગાભાભાઈ ગોયલ (ઉ.વ.40)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!