વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી અવારનવાર બાઇક ચોરીના બનાવો સામે આવે છે, ત્યારે આવા વધુ એક બનાવમાં વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા એક યુવાનના ઘર પાસે પાર્ક કરેલ બાઇકની કોઈ અજાણ્યા શખ્સોએ ચોરી કરી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા કિશનભાઈ લખમણભાઇ રાઠોડ નામના યુવાને પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઈક નંબર GJ 36 AG 1729 પોતાના ઘર પાસે પાર્ક કરી રાત્રીના સમયે કારખાનામાં નાઇટ સિફ્ટમાં કામે ગયેલ હોય, જેની કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રીના સમયે ચોરી કરી લઇ જતાં યુવાને બનાવની વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU