વાંકાનેર શહેર ખાતે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા લાડવા તથા છાસ વિતરણ કરાયું….

0

વાંકાનેર શહેર ખાતે આજરોજ મહાવીર જયંતીની જૈન સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે મહાવીર જયંતી નિમિતે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ઉજવણીના ભાગરૂપે વાંકાનેર શહેરના ચાવડી ચોક ખાતે લાડવા તથા છાસ વિતરણ કરવામાં આવ્યું હતું….

જૈન સમાજના યુવા ગ્રુપ એવા અજરામર એકટીવ એસોર્ટ વાંકાનેર દ્વારા મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણીના ભાગ સ્વરૂપે વાંકાનેર શહેરના મુખ્ય એવા ચાવડી ચોક તેમજ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ખાતે લાડવા વિતરણ કરવામાં આવ્યા હતા, આ સાથે જ યુવાનો દ્વારા બપોરના સમયે નાગરિકોમાં ઠંડી છાસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU