ટીકરી બોર્ડર પર સંયુક્ત કિસાન મોર્ચાની ગુરુવારે બેઠક યોજાઈ હતી. જેમા તમામ કિસાન સંગઠનના નેતાઓએ હાજરી આપી હતી. ખેડૂત યુનિયને 18 મહિના ત્રણ કૃષિ કાયદાને સ્થગિત રાખવાની કેન્દ્ર સરકારની પ્રપોઝલને ફગાવી દીધી છે. સંયુક્ત કિસાન મોર્ચાએ પોતાના નિવેદનમાં આ વાત કરી છે. ટીકરી બોર્ડર પર સંયુક્ત કિસાન મોર્ચાની ગુરુવારે બેઠક યોજાઈ હતી, જેમા આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MPS)ને કાયદાનું રૂપ આપવાની માંગ કરાય છે.
સરકારે ખેડૂતોને બે પ્રપોઝલ આપી હતી…
ખેડૂતો સાથે 11માં રાઉન્ડની બેઠક 20 જાન્યુઆરીએ થઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારે ખેડૂતોને બે પ્રપોઝલ આપી હતી. કેન્દ્રએ ખેડૂતો સામે પ્રસ્તાવ રાખ્યો હતો કે દોઢ વર્ષ સુધી કૃષિ કાયદા લાગુ નહીં કરાય અને તે સંબંધમાં એક સોગંદનામુ કોર્ટમાં રજૂ કરવા તૈયાર છે. આ ઉપરાંત MSP પર વાતચીત માટે નવી સમિતિની રચના કરાશે. સમિતિ જે અભિપ્રાય આપશે, ત્યાર પછી MSP અને કાયદા પર નિર્ણય લેવાશે…
દિલ્હીના આઉટર રિંગ રોડ પર ટ્રેક્ટર રેલી કાઢવા માટે અડગ ખેડૂતો, પોલીસે KMP એક્સપ્રેસ-વેનો ઓપ્શન આપ્યો…
કૃષિ કાયદા મુદ્દે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. હવે દરેકની નજર 26 જાન્યુઆરી પર છે, જ્યારે ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢવાની વાત કરી રહ્યા છે. આજે પોલીસ અને ખેડૂતો વચ્ચે આ અંગેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે રેલી કાઢવા માગે છે. પોલીસ તરફથી KMP એક્સપ્રેસ વે પર નાની રેલી કાઢવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેને ખેડૂતોએ નકારી દીધો છે. ખેડૂતોનું કહેવું છે કે એ અંતિમ નિર્ણય ખેડૂત સંગઠનોની બેઠકમાં જ લેશે. હજારો ટ્રેક્ટર અલગ અલગ વિસ્તારમાંથી દિલ્હી માટે કૂચ કરી ચૂક્યાં છે…