આજે વિશ્વ મેલેરીયા દિવસ નિમિત્તે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી.બાવરવાની સૂચના મુજબ મેડિકલ ઓફિસર સાહિસ્તા કડીવારના માર્ગદર્શન હેઠળ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી અનુસંધાને જન જાગૃતિ પ્રવૃત્તિ અંતર્ગત લોકોમાં પત્રિકા વિતરણ, જુથ ચર્ચા, પોરા દર્શન, ગપ્પી ફીશ દર્શન, એન્ટી લાર્વાલ કામગીરી તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું…

મેલેરીયા જાગૃતિ….

• મેલેરિયા માદા એનોફીલીસ મચ્છર કરડવાથી થાય છે..‌
• આ મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં જ ઈંડા મૂકે છે…
• મેલેરિયાના મચ્છર સાંજે તથા રાત્રે વધારે સક્રિય હોય છે..
• મેલેરીયા રોગ થી બચવા માટે લાંબી બાય ના કપડાં પહેરો.
• ઘરમાં રહેલા પાણીના પાત્રો ને હવાચુસ્ત રીતે ઢાંકી ને રાખો તેમજ તેની નિયમિત સફાઇ કરો…
• નકામા ટાયર ભંગાર નો ચોમાસા પહેલા નિકાલ કરો.
• મેલેરિયાથી બચવા માટે દવાયુક્ત મચ્છરદાની નો ઉપયોગ તેમજ સાંજના સમયે ઘરમાં લીમડાનો ધુમાડો અને મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો….
• મચ્છરદાનીનો ઉપયોગ કરો…
• સરકારી દવાખાનામાં મેલેરિયાનું નિદાન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!