વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામની સીમમાં કોઈ શખ્સો જાહેરમાં ગોળ કુંડાળું વળી જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને રંગે હાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા હનીફભાઈ નૂરમામદભાઈ હિંગોરા, જાવીદભાઈ હસનભાઈ શેરસિયા અને ગુલામહુસેન અમીભાઈ શેરસિયાને તીનપતિનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 15,700 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!