અગાઉ રાજકોટ સિવિલમાં આવા જ બનાવમાં કર્મચારને 24 કલાકમાં સસ્પેન્ડ કરાયો પરંતુ વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડોક્ટરને કોન બચાવી રહ્યું છે ? ? ?
ગત તા. 14 એપ્રિલના રોજ વાંકાનેરના પત્રકારોએ સંયુક્ત રીતે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સ્ટીંગ ઓપરેશન હાથ ધરી સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરની ચેમ્બરમાં વિદેશી દારૂની મહેફિલ માણતા ખુદ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર હરપાલસિંહ પરમાર અને પટ્ટાવાળાને રંગેહાથ ઝડપી લીધા હતા, જે બાદ આ બનાવમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ બનાવના દસ દિવસ બાદ પણ હોસ્પિટલમાં દારૂ પાર્ટી કરનાર સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર સામે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી, જે મુદ્દો હાલ વાંકાનેર વિસ્તારમાં ટોપ ઓફ ધી ટાઉન બની ગયો છે કે આ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરને કાર્યવાહીથી કોન બચાવી રહ્યું છે ?
સત્તા અને પાવરના મદમાં મસ્ત આ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અવાર નવાર વિવાદો સાથે સંકળાયેલા હોય જેમાં અત્યાર સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ દર્દીઓ માટે મંદિર સમાન હોસ્પિટલમાં દારૂના નસો કરનાર આ ડોક્ટર સામે ખાતાકીય તપાસ પૂર્ણ થયા અને સરકારમાં રિપોર્ટ પણ જમા થયાના દસ દિવસ બાદ પણ આ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર હરપાલસિંહ પરમાર સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવી ગંભીર બાબતોમાં પણ આ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરને કોન બચાવી રહ્યું છે ?
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આવા જ બનાવમાં ગત તા. ૦૭/૦૨/૨૩ ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ઑફિસર તરીકે ફરજ બજાવતો ડૉ. સાહિલ ખોખર નશાની હાલતમાં દારૂની બોટલ સાથે ઝડપાઇ જતાં બાબતે રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસે પોલીસ ફરિયાદ નોંધી હતી, જે બાદ માત્ર 24 કલાકમાં જ આ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં આવા જ બનાવમાં ઝડપાયેલ ડોક્ટર હરપાલસિંહ પરમાર સામે પોલીસ કાર્યવાહી અને ખાતાકીય તપાસના દસ દિવસ બાદ પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી જે અનેક શંકાઓ ઉભી કરે છે….
બાબતે વાંકાનેરના નાગરિકોમાં માંગ ઉઠી છે કે, દર્દીઓના મંદિર સમાજ હોસ્પિટલમાં ફરજ બજાવતા ગંભીર બેદરકારી દાખવી અને દારૂની મહેફિલ માણનાર નસાખોર ડોક્ટર સામે તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે અને વાંકાનેર સિવિલ હોસ્પિટલને આવી બદીથી મુક્ત કરવામાં આવે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU