મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેણાંક મકાનમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને રોકડ રૂ. 38,000ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલ.સી.બી. ટીમના વાંકાનેર નજીક પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ તરફથી સજ્જનપર તરફ જતા કાચા રસ્તે રહેતા જેરામભાઇ મનજીભાઇ મકવાણાના રહેણાંક મકાનમાં જુગારનો દરોડો પાડી સાત શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા…

એલસીબી ટીમની આ રેઇડ દરમ્યાન સ્થળ પરથી જુગાર રમતા ૧). જેરામભાઇ મનજીભાઇ મકવાણા, ૨). કમલેશભાઇ ઉર્ફે કલાભાઇ રણછોડભાઇ કોબીયા, ૩). ભરતભાઇ હરજીભાઇ મકવાણા, ૪). નારણભાઇ ઉર્ફે મુન્નો લખમણભાઇ સોઇગામ, ૫). રોહીતભાઇ તેજાભાઇ મકવાણા,

૬). યુવરાજસિંહ બળવંતસિંહ ઝાલા (રહે. છએય કોઠારીયા) અને ૭). કરમશીભાઇ આંબાભાઇ ભુત (રહે. સજજનપર) સહિતના રોકડ રકમ રૂ. 38,000 સાથે ઝડપાતા પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

error: Content is protected !!