વાંકાનેર શહેર અને તાલુકા ભરમાં નકલી બીટી બિયારણની બોલબાલા ચાલી રહી છે, જેમાં અમુક લેભાગુ વેપારીઓ દ્વારા નકલી બીટી બિયારણ ગુલાબી ઈયળ પ્રુફ હોવાનું જણાવીને ખેડૂતોને સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે, જેના કારણે નિર્દોષ, ભોળા અને અશિક્ષિત ખેડૂતો છેતરાઈ રહ્યા છે. આ બાબતે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી અને ટીમ ચક્રવાત ન્યુઝના અખબારી અહેવાલો હસ્તે હસ્તે વાંચી રહ્યા છે કે શું કે પછી ગજવા ગરમ કરીને સબ સલામતની આલબેલ પોકારી ગયા છે ? બંનેમાંથી કોઈ તો કારણ હોઈ શકે નહિતર આટલાં બધાં અખબારી અહેવાલોને નજર અંદાજ કેમ કરવામાં આવે છે ?

ખેડૂતોને છેતરીને બરબાદ કરતા નકલી બીટી બિયારણ પૈકી નોન બોલગાર્ડ અને તેમાં પણ 4જી અને 5જી સહિતની બ્રાંડનું બજાર ધમધમી રહ્યું છે. વેપારીઓના ગોડાઉનો નકલી બીટી બિયારણથી છલોછલ ભર્યા છે. નકલી બીટી બિયારણ પ્રતિબંધિત અને ગેરકાયદેસર હોવા છતાં વાંકાનેરની બજારોમાં વેચાતાં આ બિયારણ પાછળ કયું પરિબળ કામ કરી રહ્યું છે, બાબત ચર્ચાનો વિષય બન્યો છે….

તાજેતરમાં આવેલ તૌકતે વાવાઝોડા અને વરસેલા વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકશાન થયું છે, જેમાં ચોમાસા પૂર્વે વરસેલા વરસાદના કારણે ખેડૂતો ઓરવીને કોટન બિયારણનું વાવેતર શરૂ કરી દીધું છે જેના કારણે કોટન બિયારણની ખરીદી પણ પૂર ઝડપે વધી રહી છે જેનો ભરપૂર લાભ અમુક લેભાગુ વેપારીઓ દ્વારા લેવામાં આવી રહ્યો છે. ટાંકણે જવાબદાર તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તો અનેક કૌભાંડો ખુલવા પામે તેમ છે. નકલી બીટી બિયારણ વહેંચતાં વેપારીઓ સામે છેતરતા ખેડૂતોના હિતમાં ચક્રવાત ન્યૂઝ દ્વારા સહિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં સુધી આ કૌભાંડ ચાલશે ત્યાં સુધી ચક્રવાત ખેડૂતો અને વાંચકોને આવા કૌભાંડ બાબતે પળેપળની માહિતી અપડેટ કરતું રહેશે…

બાબતે વાંકાનેર શહેરના જંતુનાશક દવા-બિયારણના વિક્રેતાઓને ત્યાં અને ગોડાઉનો માં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે તો આમાંથી અમુક વેપારીઓને ત્યાંથી મસમોટા જથ્થામાં નકલી બીટી બિયારણ મળી શકે તેમ છે. વધુમાં ગ્રામ્ય વિસ્તારો પૈકી પાંચદ્રારકા, સિંધાવદર, વીડી ભોજપરા, ખીજડીયા, નવી-જુની કલાવડી, તીથવા, પીપળીયારાજ, પંચાસીયા, મોટા ભોજપરા અને વધુ મોટો જથ્થો રાતીદેવડી ગામમાં રાખવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ કટક દલાલો પાસે પણ મોટી સંખ્યામાં આ નકલી બીટી બિયારણનો જથ્થો ઉપલબ્ધ છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

error: Content is protected !!