વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણી માટે સમસ્ત ગામના આગેવાનો અને ખાસ કરીને રાજપૂત ક્ષત્રિય સમાજના વડીલો, યુવાનોએ દ્વારા ગામ હિતમાં એક મીટીંગ નું આયોજન કરી ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવી છે. જેમાં સરપંચ, ઉપસરપંચ અને તમામ વોર્ડના સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી છે…

વાંકાનેર શહેર ખાતે વિજય મુહૂર્તમાં કોટડા નાયાણી ગામના સરપંચ તરીકે ચકુભાઈ જેરામભાઈ ગોરીયા, ઉપસરપંચ તરીકે ભગીરથસિંહજી ઘનશ્યામસિંહજી જાડેજા તેમજ વોર્ડના સભ્યો તરીકે બળદેવસિંહજી નોઘુભા, ધર્મેન્દ્રસિહજી લધુભા, રાજેન્દ્રસિંહજી ચનુભા, ગણેશભાઈ વશરામભાઇ પટેલ, કાળુભાઇ મેતર, યાસીનબેન હબીબભાઈ સંધીએ ફોર્મ ભરી ગ્રામ પંચાયતને બિનહરીફ જાહેર કરવામાં આવી છે…

કોટડાનાયાણી ગ્રામ પંચાયતને સમરસ બનાવવામાં ગામના આગેવાનો પૈકી રણછોડ દાદા, પૂર્વ સરપંચ વિજયસિંહજી, પૂવૅ સરપંચ દશરથસિંહ, ભરતસિંહ લધુભા, જામભા દાદા, હરપાલસિંહ ભરતસિંહ, તાલુકા પંચાયત સદસ્ય મહીપાલસિંહ નીરૂભા, પ્રવિણસિંહ સજજનસિંહ, પૂર્વ સરપંચ વિજયસિંહ દીલુભા ,રઘુવીરસિંહ પૃથ્વીસિંહ, વનરાજસિંહ અનોપસિંહ, ભરવાડ બાલાભાઈ, કિશોર ઘુસાભાઈ કોળી, કાસમભાઈ સંધી, ગોપાલ છગનભાઈ ભરવાડ

તેમજ ભુપેન્દ્રસિંહ મહાવીરસિંહ, નિવૃત્ત પોલીસ અધિકારી દશરથસિંહ જીલુભા, જયેન્દ્રસિંહ સજજનસિંહ, (પૂર્વ ગૃહપતિ હરભમજી રાજ રાજપૂત છાત્રાલય-રાજકોટ), માજી સરપંચ દશરથસિંહ સજજનસિંહ, અજીતસિંહ સા. નિવૃત આચાર્ય, કોટડા નાયાણી રાજપૂત સેવા સમાજના પૂર્વ પ્રમુખ અને નિવૃત્ત કસ્ટમ અધિકારી દિલીપસિંહ ઘનશ્યામસિંહ સહિતનાઓએ હકારત્મક વિચારધારાથી ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયતને સમરસ કરવા મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ તકે સૌએ એકબીજાને અભિનંદન પાઠવી ગામની એકતા જળવાય અને વિકાસના કામો થતા રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!