મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત : સમરસ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને તમામ વોર્ડના સભ્યો પર મહિલાઓ ઉમેદવારો બિનહરીફ જાહેર…

વાંકાનેર તાલુકાની સરધારકા ગ્રામ પંચાયત આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સમરસ જાહેર કરવામાં આવી છે. જેમાં મહત્વની બાબત એ છે કે બિન હરીફ જાહેર થયેલ સરપંચ, ઉપસરપંચ અને વોર્ડના તમામ સભ્યો પર મહિલા ઉમેદવારો બિનહરીફ વરણી પામ્યા છે. જેથી વાંકાનેર તાલુકાના સરધારકા ગામના નાગરિકોએ તમામ પદો પર મહિલાઓને બિનહરીફ બનાવી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે…

સરધારકા ગામના દરેક સમાજના નાગરિકોના સહિયારા પ્રયાસોથી પંચાયતના સરપંચથી માંડી આખી બોડી મહિલાઓની જાહેર કરી ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરી છે જેમાં સરપંચ તરીકે રાજેન્દ્રબા મહેન્દ્રસિંહ ઝાલા તથા સભ્ય તરીકે પબનબા હરદેવસિંહ જેઠવા, માનુબેન ધીરૂભાઇ ધરજીયા, દક્ષાબા મહિપાલસિંહ, હંસાબેન મુકેશભાઈ સોલંકી, ગુલાબબાનુ મહેબૂબભાઈ, સરીફાબેન ઈરફાનભાઈ, ઈન્દ્રાબા હરભમજી ઝાલા, અને શાંન્તીબેન મચ્છાભાઈ મુંધવાની બિનહરીફ વરણી કરવામાં આવી છે….

સંપૂર્ણ બોડી પર મહિલાઓને બિનહરીફ જાહેર કરી મહિલા સશક્તિકરણ નું ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડનાર સરધારકા ગામના તમામ નાગરિક, આગેવાનો અને નવા ચુંટાયેલા તમામ પ્રતિનિધિઓને ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ખુબ ખુબ શુભકામનાઓ….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!