વાંકાનેર તાલુકામાં ગઈકાલે ચુંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે 83 ગ્રામ પંચાયતોમાંથી કુલ છ ગ્રામ પંચાયતોને બિનહરીફ/સમરસ જાહેર કરવામાં આવી છે જેમાં ચક્રવાત ન્યુઝ દ્વારા ગઈકાલે કોટડાનાયાણી અને સરધારકા ગ્રામ પંચાયતના નવા હોદ્દેદારો વિશે પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી જે બાદ આજે અન્ય ચાર કાનપર, વાલાસણ, સમઢિયાળા અને જુની કલાવડી ગ્રામ પંચાયતની નવી બોડી પણ જાહેર કરવામાં આવી છે…
વાલાસણ ગ્રામ પંચાયત સમરસ જાહેર…
વાંકાનેર તાલુકાની વાલાસણ ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર કરવામાં આવી છે જેમાં સરપંચ તરીકે કડીવાર એહમદબસીર ફતેમામદ તેમજ સભ્ય તરીકે કડીવાર અનીશા ઈસ્માઈલભાઈ, શાહમદાર સાહિન તોફિક, ખોરજીયા માહમદ અલીભાઈ, કડીવાર અયુબ જીવાજલાલ, ચાવડા કિશોરભાઈ ખાનાભાઈ, સિપાઈ મુમતાઝ મુસ્તાકભાઈ, સિપાઈ રઝીયા ઈસ્માઈલભાઈ, કડીવાર નીઝામુદ્દીન હસનભાઈની નિમણૂક કરવામાં આવી છે…
કાનપર ગ્રામ પંચાયત સમરસ…
કાનપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અસ્માબેન મહેબૂબભાઈ બાદી તેમજ સભ્ય તરીકે ફાતમાબેન વલીમામદ બાદી, મનુબેન વિનોદભાઈ ઝાપડા, હારૂનરસીદ આહમદભાઈ બાદી, યાકુબ હાજીભાઈ શેરસીયા, નસરીનબાનુ અખ્તરરજાક શેરસીયા, ફરીદાબાનુ માહમદભાઈ શેરસીયા, રાજુભાઈ જગદીશભાઈ કુણપરા, મહેશ દાનાભાઈ ડેગળાની નિમણૂક કરવામાં આવી છે….
જુની કલાવડી ગ્રામ પંચાયત સતત ત્રીજી વખત સમરસ જાહેર…
જુની કલાવડી ગ્રામ પંચાયત સતત ત્રીજી વખત સમરસ જાહેર કરવામાં આવી છે જેમાં સરપંચ તરીકે કડીવાર નબીલાબાનુ એઝાઝભાઈ અને સભ્ય તરીકે માણસીયા અમીનાબેન હુસેનભાઇ, મુંધવા રૂપીબેન ભગવાનજીભાઈ, ઝાલા વિજયસિંહ બળવંતસિંહ, કડીવાર એઝાજ ઈબ્રાહિમભાઈ, ચાવડા રમેશ ગોવિંદભાઈ, દેકાવડીયા સઈદાબેન મીરસાદભાઈ, શેરસીયા રીઝવાનાબાનુ જૈનુલઆબેદીન, માણસીયા ઉસ્માન જીવાબાઈની વરણી કરવામાં આવી છે…
સમઢિયાળા ગ્રામ પંચાયત સમરસ…
સમઢિયાળા ગ્રામ પંચાયત પણ સમરસ જાહેર કરવામાં આવી છે જેમાં સરપંચ તરીકે ઓળકીયા ગગજીભાઈ જેસીંગભાઈ તેમજ સભ્ય તરીકે મરીયમબેન મામદભાઈ બાદી, રેખાબેન ભરતભાઈ ઓળકીયા, સીપાઈ રોશનબેન ઈસ્માઈલભાઈ, બાદી ઉસ્માનગની સાજીભાઈ(ઉપ સરપંચ), બાવરા હાજીભાઉ અલીભાઈ, ચાવડા ભરતભાઈ મોહનભાઈ, બાદી આસીબેન નજરૂદ્દીનભાઈ, બાદી માહમદ મીમનજીભાઈની બીન હરીફ વરણી કરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT