વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામ ખાતે ગત તા. ૦૮ના રોજ ગાજવીજ સાથે પડેલા સામાન્ય વરસાદનાં કારણે હજુ છ માસ પહેલા જ બનેલા નવા રોડમાં ગાબડાં પડી ગયા છે. જેથી ગામનાં સરપંચ દ્વારા ગામનાં ખરાબ રોડ-રસ્તા બાબતે પણ જવાબદાર તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી છે જેનો આજ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી…

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામથી વાલાસણ ગામ તરફ જતા રોડનું છ માસ પહેલા નવિનીકરણ કરવામાં આવ્યું હતું જે રોડ પર આજે છ માસ બાદ સામન્ય વરસાદ પડવાથી ગાબડાં પડી ગયા છે, જે રોડના નબળાં કામની ચાડી ખાય છે. ગામના ખરાબ રોડ-રસ્તા અંગે સરપંચ અને જાગૃત આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને પણ રજુઆત કરવામાં આવી છે જેનો પણ આજ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી જેથી આ બાબતે જવાબદાર તંત્ર તાત્કાલિક ઘટતા પગલાં ભરે તેવી ગામનાં નાગરિકોમાં માંગ ઉઠી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!