વાંકાનેર શહેરના પ્રતાપપરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ચોરીને અંજામ આપ્યો હતો જેમાં તસ્કરોએ રૂ. 87,200 મતાની ચોરી કરી હતી, જે ચોરીના બનાવનો ભેદ આજે વાંકાનેર પોલીસે ઉકેલી ચોરી કરનાર એક શખ્સની ધરપકડ કરી ચોરી થયેલ મુદામાલ રીકવર કરાયો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પ્રતાપપરા વિસ્તારમાં આવેલ શેરી નંબર-૧માં થોડા દિવસ પહેલા તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી ઘરમાંથી રોકડ રકમ રૂ. 40,500 અને ચાંદીની વસ્તુઓ કિંમત રૂ. 46,700 સહિત કુલ રૂ. 87,200ના મુદ્દામાલની ચોરી કરી હતી. જે બનાવમાં પોલીસે ફરીયાદીના ઘરની આજુબાજુ તેમજ જુદી-જુદી જગ્યાએ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા એક લાલ ટી-શર્ટવાળો ઈસમ શંકાસ્પદ હીલચાલ કરતો જોવા મળ્યો હતો…

જેથી આ ઈસમની તપાસ રાખતા મજકુર ઈસમ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારના દેવીપુજક વાસમાં રહેતો નવઘણભાઈ ભલુભાઈ વિકાણી હોવાનું જણાતા પોલીસે આ વ્યક્તિની શોધખોળ શરૂ કરી વાંકાનેરના નવાપરા સામે આવેલ હાઈવે રોડ ઉપરથી તેને પકડી પાડ્યો હતો…

જે બાદ પોલીસે આરોપીના ઘરની ઝડતી તપાસ કરતા ચાંદીની અલગ અલગ ચીજવસ્તુ તથા રોકડા રૂપિયા મળી આવ્યા હતા. જે બાબતે પુછપરછ કરતા પોતે પીર મશાયક હોસ્પીટલ પાછળવાળી એક શેરીમાં આવેલ બંધ મકાનમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી.‌ જેથી આ ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો હતો…

વાંકાનેર શહેર પોલીસની આ કામગીરીમાં એએસઆઈ એચ.ટી મઠીયા, હેડ કો. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, કો. દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!