વાંકાનેર શહેર ખાતે આગામી રવિવારે કોળી કેરિયર એકેડેમી દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં સમાજના તેજસ્વી વિધાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમમાં કોળી સમાજની તેજસ્વી વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે….

આગામી તા. ૨૩/૦૭/૨૩, રવિવારના રોજ વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે યોજાનાર આ સન્માન સમારોહમાં વર્ષ 2023 માં કોઈપણ શૈક્ષણિક અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટ મુજબ સન્માનિત કરવામાં આવશે, તેમજ સરકારી ક્ષેત્રમાં ફરજ બજાવતા નવનિયુક્ત કર્મચારીને પણ સન્માનિત કરવામાં આવશે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!