વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા એક યુવાન પર આજ ગામના બે શખ્સોએ ચેક રિટર્ન કેસની ફરિયાદનો ખાર રાખી યુવાન પર હુમલો કરી, માર મારી જાતિ પ્રત્યે હડધૂત કરતા બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા ફરિયાદી વિજયભાઈ શિવાભાઈ ચાવડાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ આરોપી સામે ચેક રિટર્ન થવા અંગે કેસ કર્યો હોય, જેથી આ બાબતનો ખાર રાખી આરોપી યાકુબભાઈ મહમદભાઈ બાદી અને ઉસ્માન મહમદભાઈ બાદીએ ફરિયાદી વિજયભાઈ પર તેમના ઘર પાસે આવી હુમલો કરી માર મારી, જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,
જેથી આ બનાવમાં પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 504, 506(2), 114 તથા એટ્રોસીટી એકટ 3(1)(r), 3(1)(s), 3(2)(va) હેઠળ ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1